ગુજરાતમાં મરચીમાં અલગ અલગ 5 સેગ્મેન્ટ ક્યાં ક્યાં છે ?

ગુજરાતમાં મરચીમાં અલગ અલગ 5 સેગ્મેન્ટની મરચીનું વાવેતર થાય છે. 1) પોપટિયા રંગનું અને છ ઇંચ આસપાસ લંબાઈ ધરાવતું મરચું. 2) લાલ અને લીલામાં ચાલે એ ટાઈપનું સિંગલ પટ્ટો મરચું જે ઘાટા લીલા રંગનું હોય છે અને એક ઇંચ આસપાસની જાડાઈ અને 6 ઈંચ આસપાસ લંબાઈ હોય છે. 3) ડબલ પટ્ટો એટલે કે દેશી ટાઈપ જે લાલ અને લીલા માટે પ્રચલિત છે. 4) કાશ્મીરી ટાઈપ જે એક ઇંચ જાડાઈ અને સાત થી આઠ ઇંચ લંબાઈ હોય છે ડાર્ક ઘાટો ગ્રીન કલર હોય છે મુખ્યત્વે લાલ તરીકે વાવેતર થાય છે. 5) G4 સિગમેન્ટ એટલે તીખી પાતળી મરચી , બે ઇંચ થી લઈ અને 3.5 ઇંચ આસપાસના લંબાઈ હોય છે અને જે વિદેશમાં પણ નિકાસ થતી હોય છે . 108 જાતના મરચાની એકસાથે ખેતી કરી ત્યારે સમજાયું કે બધીજ વેરાયટીઓ 19-20 છે, મતલબ એવો થાય છે કે બધી જ કંપનીની વેરાઈટી માં કંઈકને કંઈક તો વિષેશતા જરૂર જોવા મળી એટલે એમ કહેવાય કે જેવી આપણી જરૂરિયાત તેવું બીજ લેવાય અને એકને એક જાત કરતા જુદી જુદી જાતો કરાય.

Share this post: