શાકભાજીનું ધરુ ઉછેર શા માટે કરવું જોઇએ ?

કોઈપણ શાકભાજીના પાકની સંપૂર્ણ ઉપજ ક્ષમતા હાંસલ કરવા માટે તંદુરસ્ત બીજ અને રોપા એ પ્રથમ અને આવશ્યક જરૂરીયાત છે. તાજેતરના વર્ષોમાં, શાકભાજી ઉગાડનારાઓ ગુણવત્તાયુકત બીજ અથવા રોપાઓના મહત્વ વિશે ખૂબ જ સભાન બન્યા છે કારણ કે રોગ અને જીવાતનું વધુ પ્રમાણ અને ક્યારામાં ભેજના અયોગ્ય સંચાલનને કારણે બીજમાંથી નબળુ અંકુરણ મળે છે. ભારતમાં શાકભાજીની ખેતી હેઠળના વિસ્તારનો એક મોટો હિસ્સો હવે સંકર બીજ વડે વાવેતર કરવામાં આવે છે, જે મોંઘા છે પરંતુ ઉચ્ચ ઉપજ અને ગુણવત્તાયુકત ઉત્પાદન આપે છે. બિયારણની ઊંચી કિંમતને ધ્યાનમાં રાખીને, ટાંમેટા, રીંગણ, કેપ્સિકમ અને કાકડી જેવા કેટલાક શાકભાજી પાકોને નર્સરીમાં ઉગાડ્યા પછી રોપવામાં આવે છે જેથી મહત્તમ અંકુરણ અને તંદુરસ્ત છોડનો ઉગાડી શકાય. એવી સંખ્યાબંધ શાકભાજી છે કે જેને તેમના પ્રારંભિક વૃદ્ધિના સમયગાળા દરમિયાન ક્રોપ કવર જેવી વિશેષ કાળજીની જરૂર હોય છે અને તેમના બીજના નાના કદને કારણે સીધા ખેતરમાં ઉગાડી શકાતા નથી.

Share this post: