ખેત પેદાશનો સંગ્રહ :

સામાન્ય રીતે ખેડૂત મિત્રો જોતાં હોય છે કે, કાપણી બાદ ખેત પેદાશોના ભાવ નીચા જતા રહેતા હોય છે. બજારમા માંગ કરતાં પુરવઠો વધતા આવું થતું હોય છે. જો ખેડૂતભાઈઓ પોતાની ખેત પેદાશોનો વધુ ભાવ મેળવવા માંગતા હોય તો તેમનો સંગ્રહ કરવો જરૂરી છે. આ સાથે સંગ્રહ દરમિયાન બગાડ ન થાય એની કાળજી રાખવી અને સંગ્રહની વૈજ્ઞાનિક પદ્ધતિનો અમલ કરવો જોઈએ. સરકારશ્રી દ્વારા વિવિધ યોજના જેવી કે, ગ્રામ ભંડારણનો લાભ લેવો જોઈએ. સંગહ દરમ્યાન ખેત પેદાશની વેર હાઉસ રિસીપ્ટ પર બેન્કમાંથી ૭૫% સુધી લોન પણ મળી રહે એવી વ્યવસ્થા કરેલ છે. આવી રીતે, સારા ભાવ મેળવવા માટે ખેત પેદાશોનું વ્યવસ્થિત સંગ્રહ કરી જયારે વધુ ભાવ મળે ત્યારે વેંચાણ કરવું જોઈએ.

Share this post: