“સૂર્યનો પ્રકાશ” ખેતીપાકોને મદદ કરે ?

સૂર્યના કિરણોમાં સાત રંગ હોય છે. વનસ્પતિના પાનનો રંગ લીલો હોય છે એટલે લીલા રંગ સિવાયના અન્ય રંગના કિરણોને પાંદડાં માહ્યલાં હરિતદ્રવ્યો પોતાની ઝાળમાં સમાવી લે છે અને આ રીતે વનસ્પતિ સૂર્યશક્તિના સહારે હવામાંના કાર્બન ડાયોકસાઇડ તથા મૂળ વડે શોષાએલ પાણી દ્વારા શર્કરા-ગ્લુકોઝ એટલે કે “સત્વ” તૈયાર કરે છે. જેટલો સૂર્યપ્રકાશ આવે છે તે તમામનો સો એ સો ટકા ઉપયોગ કરી શકીએ તો ઉત્પાદનના ઢગલા થાય ! પણ તે અઘરું છે. આટલા મોટા આવતા શક્તિ ધોધનો માત્ર એક જ ટકો જો લીલા પાંદડાં દ્વારા ઉપયોગમાં લઇ શકીએ તો પણ અધ..ધ થઈ જાય એટલું ઉત્પાદન મેળવી શકાય છે..

Share this post: