પુસા-ડિકોમ્પોઝર

ઈન્ડિયન એગ્રીકલ્ચરલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, પુસાના વૈજ્ઞાનિકો દ્વારા વિકસિત ઉકેલ છે જે પાકના અવશેષોને ૧૫ થી ૨૦ દિવસમાં ખાતરમાં ફેરવી નાખે છે જેથી પરાળને સળગતા અટકાવી શકાય છે. પુસા-ડીકોમ્પોઝરમાં સામેલ છે પુસા ડીકોમ્પોઝર કેપ્સ્યુલ્સ જેને સરળતાથી ઉપલબ્ધ અન્ય મિશ્રણોમાં ભેળવીને પ્રવાહી ફોમ્ર્યુલેશન બનાવી શકાય છે. આ મિશ્રણને ૮ થી ૧૦ દિવસ આથો લાવવા માટે મૂકી રાખવામાં આવે છે અને પછી ખેતરોમાં છંટકાવ કરવામાં આવે છે.

પુસા-ડીકોમ્પોઝર સાત ફૂગનું મિશ્રણ છે જે ડાંગરના પરાળમાં રહેલ સેલ્યુલોઝ, લિગ્નિન અને પેક્ટીનને પચાવવા માટે ઉત્સેચકો ઉત્પન્ન કરે છે જે ડાંગરના ભૂસાને સામાન્ય કરતાં વધુ ઝડપી દરે વિઘટન થવામાં મદદ કરે છે. ફૂગ ૩૦-૩૨ ડિગ્રી સેલ્સિયસ પર વિકસે છે જે ડાંગરની કાપણી કરવામાં આવે છે અને ઘઉંની વાવણી કરવામાં આવે છે તે સમયનું તાપમાન છે. ફૂગ વિઘટન પ્રક્રિયા માટે આવશ્યક ઉત્સેચકો ઉત્પન્ન કરવામાં મદદ કરે છે.

Tags

Share this post: