

ડીસ્પર જાતના (Cyrtozemia Dispar) પાનનું ચાંચવા (Leaf Weevil)નું નુકસાન પણ વત્તા-ઓછા પ્રમાણમા જોવા મળે છે. આ જીવાતએ મગફ્ળી, કપાસ ઉપરાંત બીજા ૧૫ જાતના યજમાન પાક/ધાસ પર પણ જોવા મળે છે. આ જીવાતની ઈયળોએ જમીનમાં રહેલ મગફ્ળીના ડોડવા ને નુકસાન કરે છે. જયારે પુખ્ત મગફ્ળીના ડોડવાને નુકસાન કરે છે.
જીવનચક્ર : પુખ્ત માદા ચાંચવુ પાનની ટોચના ભાગે ઇંડાં મૂકીને પાનની બંને કિનારીને ચીકણા પદાર્થથી ચોંટાડી દેય છે. ઇંડાં આછા પીળા, ચમકતા, લંબગોળ હોય છે. ઇંડાંની અવસ્થા ચાર થી છ દિવસની હોય છે. ઈંડાંમાથી નીકળેલ ઈયળો જમીનમાં રહી વિકાસ પામે છે. પરિપકવ ઈયળ ૬ થી ૭ મી.મી લાંબી, ૨ થી ૩ મી.મી જાડી, સફેદ, પોચી, ભરાવદાર, વાંકી વળેલ હોય છે. ઈયળ અવસ્થા ૨૦ થી ૪૦ દિવસ ની હોય છે. પુખ્ત ઈયળ જમીનમાં ૫ થી ૬.૫ સે.મી ઊંડે કોશેટોમાં ફેરવાય છે. કોશેટોની અવસ્થા ૨ થી ૫ દિવસ ની હોય છે. પુખ્ત ચાંચવું ૭ મી.મી લાંબું, ૪ મી.મી જાડું, કાળા રંગનું, પાછળથી ગોળ દડી જેવું અને આગળનાં ભાગે ચાંચ જેવા મુખાંગો ધરાવે છે. ચાંચવું ૧૫ થી ૪૦ દિવસ જીવે છે. એક પેઢી એક થી બે મહિનાની હોય છે. પુખ્ત ચાંચવા શિયાળા અને ઉનાળા દરમિયાન સુષુપ્ત અવસ્થામા રહે છે.



