શું ઝાડવાની બીમારી આપણને ભળાય ?

હા, જરૂર ભળાયઝીણી આંખે નિરખીએ તો કોઇ અસરયુક્ત ઝાડનાં ડોકા લંઘાતા ભળાય, કોઇની ડાળીઓ આડી-અવળી થઇ વળેલી કે ભાંગેલી ભળાય, કોઇ ડાળી કે થડની ચામડી ઉતરડાઇ ગયેલી નજરે ચડે, તો કોઈ ઝાડ વળી અકાળે જ બધા પાંદડાં ખેરવી નાખી નર્યા હાડપિંજર રૂપે દેખા દે ! ઝાડવામાં આવા દુ:ખ-દર્દો આવવાના કારણો શોધવા માંડીએ જ્યારે આપણે તે ઝાડવાને જ મોઢામોઢ રુબરૂ જઇ પૂછીએ ત્યારે ! એટલે તેને ખાવાપીવામાં ખેંચ રહે છે ? મૂળ, થડ, ડાળી કે પાંદડાંમાં કોઇ કાપકૂપ, દાહક અસર કે પછી રોગ-જીવડાંના પ્રકોપ જેવું કાંઇ થયું છે ? તેનો ઝાડના અંગઉપાંગો ઝીણવટથી તપાસી જોઇએ અને જરૂર લાગે તો એ બીમાર અંગ ઉપાંગોના નમૂનાની લેબોરેટરી કરાવીએ એટલે ઝાડવાની બીમારીનો સાચો ખ્યાલ આવી જાય છે.

Share this post: