
હા ! ચોક્કસ સુધારી શકાય. ઘણીવાર એવું બને છે કે ઝાડ રોપ્યું હોય સારી જાત માનીને, પણ ફળ આવે ત્યારે ખ્યાલ આવે કે નીકળ્યું નકામું ! નહીં ફળમાં સ્વાદનો મેળ કે નહીં કદ કે ઉતારામાં ભલીવાર ! મોટાભાગે બોરડી, આંબા, ચીકુ, સંતરા, મોસંબી, આમળા, ગુંદા, આમલી જેવામાં આંખ, ભેટ કે નૂતન કલમ દ્વારા ખડતલતા અને ઉત્પાદકતાના બે ગુણોને ભેળા કરવામાં આવ્યા હોય છે, તેમાં ઉપરની કલમ સુકાઇ ગઈ હોય અને નીચેનું થડ ઉજરી ગયું હોય ત્યારે પણ આવું બને છે. આવા ઝાડને મૂળમાંથી ખોદી નહીં નાખતાં તેની તે જ પોષણ મેળવવાની વ્યવસ્થા અને ઘટાને આધાર આપતું થડ સલામત રાખી , 5 થી 6 ફૂટ ઉંચાઇએથી માર્ચ-એપ્રિલમાં કાપી નાખી, નવી ફૂટ જ્યારે કલમ કરવા યોગ્ય થાય ત્યારે બોરડી, આમળા, લીંબું, સંતરા, મોસંબી, ગુંદા, આમલી જેવામાં આંખ કલમ અને ચીકુ-આંબા જેવામાં નૂતન કલમ માત્ર એક નહીં, પણ બે –ચાર પીલામાં લગાડી દેવાથી બીજા જ વરસથી ઝાડવું આપણને ખુબ સારું ઉત્પાદન આપવા શક્તિમાન બનતું હોય છે,



