વોટર પંપ એન્જિન અને રેડિયેટરની વચ્ચે એન્જિનનાં આગળનાં ભાગમાં લાગેલો હોય છે. આ પમ્પ રેડિયેટરનું પાણી ખેંચીને એન્જિનનાં જેકેટો સુધી પહોંચાડે છે. એન્જીન ચાલુ થતા પાણી પિસ્ટન, લાઈનરની ચારેબાજુ થઈને વોટર જેકેટથી નીકળી ફરી રેડિયેટરમાં આવે છે. આ પંપમાં એક ગ્રીસકેપ લાગેલી હોય છે. ટ્રેક્ટરને ૮-૧૦ કલાક રાલાવ્યા બાદ આ ગ્રીસથી ભરેલી કેપને અડધો આંટો ફેરવવી જોઈએ, જેથી વોટરપંપના બેરીંગને ગ્રીસ મળવાર્થી જામ થતાં અટકે છે તેમજ બેરીંગ, સીલ વગેરેની લાઈફ પણ વધે છે.



