જીરૂની ખેતીમાં બીજ દર કેટલો હોવો જોઈએ ?

કોઈપણ પાકની ઉત્પાદકતા ઉપર અસર કરતા પરિબળો પૈકી એકમ વિસ્તારમાં છોડની પૂરતી સંખ્યા એ ખૂબ જ અગત્યનું પરિબળ છે. જો છોડની સંખ્યા ઓછી હોય તો તેની અસર ઉત્પાદન ઉપર થાય છે. વધુ સંખ્યા હોય તો જગ્યા, પાણી તેમજ ખાતરની અપુરતી પ્રાપ્તિના કારણે છોડનો યોગ્ય વિકાસ થતો નથી. ઉપરાંત એકમ વિસ્તારમાં છોડની વધુ સંખ્યાના કારણે રોગ જીવાતનો ફેલાવો ઝડપી અને વધુ પ્રમાણમાં થાય છે. મોટાભાગે ખેડૂતો ચાસમાં વાવણી કરવાને બદલે પૂંખીને વાવેતર કરે છે, જેને કારણે બિયારણ એકસરખા પ્રમાણમાં અને સરખી ઊંડાઈએ જમીનમાં પડતું નથી. વળી પિયત આપવાથી ખુલ્લા બી પાણી સાથે તણાઈને એક જગ્યાએ ભેગા થાય ત્યાં વધુ સંખ્યામાં ઊગે છે. જયારે અન્ય ભાગોમાં બિયારણ ઓછું હોવાને કારણે છોડની સંખ્યા ઓછી અને અનિયમિત અંતરે રહે છે. આમ એકમ વિસ્તારમાં છોડની સંખ્યા પુરતી જળવાઈ રહે અને એક સરખો ઉગાવો મળે તે માટે બિયારણનો દર પ્રતિ હેક્ટરે ૧૦ થી ૧૨ કિ.ગ્રા. રાખી . જીરૂનું વાવેતર બે હાર વચ્ચે ૩૦ સે.મી.ના અંતરે અને ૧ થી ૨.૫ સે.મી.ની ઊંડાઈએ કરવું. ક્ષારીય જમીનમાં પ્રતિ હેકટરે ૧૬ કિ.ગ્રા. બીજ દર રાખવો.

Share this post: