મરચીની ખેતી હવે રેઈઝબેડ એટલે કે પાળા ઉપર કરવી ફાયદાકારક


મરચીની ખેતી કરવી હોય તો પાળા ઉપર શા માટે કરવી જોઈએ ? એટલે કે તમે ફેરરોપણી કરો ત્યારે મરચીના રોપના મૂળને ફુગનાશક અને કીટનાશકના દ્રાવણ માં બોલીને પાળા ઉપરજ શા માટે ચોપવા જોઈએ ?

આપણને ખબર છે કે મરચીમાં નિયમિત ડ્રેનચિંગ કરી છોડને જમીનજન્ય ફૂગ અને જીવાત થી બચાવવો પડે છે કારણકે જમીનમાં જો 100 % ભેજ રહે તો મરચીમાં જમીનજન્ય રોગ આવવાની શક્યતા રહે છે .સપાટ ક્યારામાં મરચીમાં રોગ લાગવાની શક્યતા વધુ હોય છે . એટલેજ કૃષિ વૈજ્ઞાનિકોએ મરચીની ખેતી રેઈઝબેડ એટલેકે ઊંચા પાળા ઉપર ને સપ્રમાણ ભેજ સતત જળવાય રહે તે માટે પાળા ઉપર ડ્રિપ અને મલચીંગ કરવું જોઈએ. મરચીની સફળ ખેતી કરવા માટે આ ટેક્નિક વાપરવી એજ સાચો રસ્તો છે.


જમીનજન્ય રોગો સામે બચવા આપણે મરચીની ખેતી જૂની પુરાની પદ્ધતિ કે જેમાં સપાટ ક્યારામાં મરચી ચોપીયે છીએ તે હવે નહિ ચાલે , જો આવું આપણે કરશું અને જમીન જો વધુ ભેજ પકડી રાખશે કે જમીનમા સાવ ઓછો ભેજ ટકશે તો એ બંને પરિસ્થિતિમાં મરચીના પાકને નુકશાન જાય છે તેવું સાબિત થયું છે .

આપણી જમીનમાં વધુ પડતો ભેજ રહેતો હોય એટલે કે નિતાર ઓછો હોય તો મરચીના મૂળમાં સડો લાગે છે કારણકે જમીનમાં રહેલા રોગકારક જેવા કે પીથીયમ,સ્યુડોમોનાસ,ફાયટોપથોરા વગેરે અને જમીનજન્ય જીવાતો જેવીકે કૃમિ વગેરે મરચીના છોડને નુકશાન કરે છે. મરચીના મૂળ પ્રદેશને સારું રાખવા માટે સપાટ ક્યારા કરતા રેઈઝબેડ એટલે કે પાળા કરીયે તો મૂળ વિસ્તાર એટલે કે રાઇઝોસ્પીયર વિસ્તારને પોષણ થી સમૃદ્ધ રાખી શકીયે તો ધાર્યું ઉત્પાદન લઇ શકીયે . ( મૂળ પ્રદેશ એટલેકે રાઇઝોસ્પીયર માં પોષણ જાળવી રાખવા શું કરવું તેની વાત હવે પછી ?)


છોડને ઓછા પાણીયે ટકાવી રાખવા કે વધુ સારી રીતે રોગ જીવાત મુક્ત રાખવા ડ્રિપ અને મલચીંગ ખુબ ખુબ ઉપયોગી છે જે વાત આપડે અગાઉ કરી હતી કે આ વર્ષે મરચીની ખેતી પાળા ઉપર કરજો , જે મિત્રોએ આવું કર્યું છે તે પોતાના પાકના ફોટા સાથે અમને મોકલે આપડે તેની સફળતાની વાત ખેતરની વાત ટેલિગ્રામ દ્વારા બીજાને પણ કહીશું .


વાંચતા રહો અને બીજા મિત્રોને પણ ખેતરની વાત ટેલિગ્રામ ચેનલમાં જોડો


મરચીની ખેતીની વૈજ્ઞાનિક વાતો રોજ….





——xxxx——

Tags

Share this post: