કૃષિ યુનીવર્સીટીના દ્વારેથી : પોષ્ટહાર્વેસ્ટ : પાક પાક્યા પછી સંગ્રહ સ્થાનમાં થતો બગાડ

પાક પાક્યા પછી સંગ્રહ સ્થાનમાં થતો બગાડ વિશે જણાવતાં સર્વશ્રી ડૉ.આર. આર. ગજેરા બાગાયત મહાવિદ્યાલય, બં. અ. કૃષિ મહાવિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ-૩૮૮૧૧૦ ફોન (મો.) ૯૮૯૮૦ ૮૫૬૦૮ સંગ્રહ સ્થાનમાં થતો બગાડ ઃ ફળ અને શાકભાજીને ખુલ્લા અથવા રૂમ તાપમાને સંગ્રહ કરવાથી તેમાં રાસાયણિક ફેરફાર થતાં બગાડ ચાલુ થાય છે. સામાન્ય રીતે, ફળ અને શાકભાજીમાં ૮્ર થી ૧૦્ર સે જેટલું તાપમાન વધતાં તેના રાસાયણિક ફેરફારમાં બમણો વધારો થાય છે, જેથી તેમાં રહેલુ પાણી ઉડી જઈ તે સંકોચાઈ જાય છે. તેમાં રહેલા પ્રોટીનના બંધારણમાં ફેરફાર થાય છે અને સાથે વિટામિનનો પણ નાશ થાય છે. કયારેક સંગ્રહસ્થાનમાં ઓછા તાપમાનની અસર પણ ફળ અને શાકભાજી માટે વિપરિત હોય છે. વધુ પડતા ઓછા તાપમાનમાં પણ અમુક ફળ અને શાકભાજીમાં માઈક્રોબાયલ એક્ટિવિટિ ચાલું રહેતી હોય છે. આ ઉપરાંત સંગ્રહસ્થાનમાં ઓક્સિજન, કાર્બન ડાયોકસાઈડ, પ્રકાશ વગેરેનું પ્રમાણ પણ અગત્યનો ભાગ ભજવે છે.

Share this post: