
દરેક પશુપાલક પોતાના પશુ માટે વીમા લઈ શકે છે (અમુક ઉંમર સુધી જ પશુ વીમો લઇ શકાય છે) દરેક પશુ માટે અલગ-અલગ વર્ગ-શ્રેણી બનાવવામાં આવેલ હોય છે. જેમાં પશુની ઉંમરને ધ્યાને લઈને પશુ વીમો લઇ શકે છે. દા.ત. વાછરડી/પાડી કે જેમની ઉંમર ૯૦ દિવસથી વધુ હોય. વોડકીઓ, દૂધાળ ગાય અને ભેંસ આખલા અને પાડા વગેરે માટે તેમની ઉંમરને આધારભૂત ગણી તે પશુને જે તે શ્રેણીમાં રાખી વીમો લઈ શકાય છે



