
મગફળીને યાદ કરીયે . મગફળી એટલે શીંગ, મગફળી એટલે પીનટ, મગફળી એટલે ગ્રાઉન્ડ નટ. મગફળી વિવિધ રીતે ખોરાક માટે ઉપયોગમાં આવે છે. આપણે ત્યાં પ્રસિદ્ધ થયેલી ગુજરાતની મગફળીની જાતો વિષે આપણે બધા જાણીયે છીએ. આફ્રિકામાં લાલ રંગની મગફળી કિંગકોંગ તરીકે ઓળખાય છે.. મગફળી સંશોધન કેન્દ્રં જૂનાગઢની શ્રેષ્ઠ મગફળીની જાતો વખણાય છે. જુદા જુદા રાજયની મગફળીના આકાર, કલર અને સ્વાદ જુદા જુદા હોય છે તે બધી ભારતની જાતના પ્રયોગ આપણે કરી શકીયે. આ વર્ષે ખરીફ પાકમાં મગફળીની ખેતી વધવાની છે ત્યારે બીજની પસંદગીમાં ધ્યાન રાખજો . મૂલ્યવર્ધન કરજો .બીજને પટ આપીને વાવજો .



