ખેતરની વાત : આપણા પાકમાં આવતી ઈયળના ફુદા ક્યારે ઈંડા મૂકે?

આપણને ખબર છે કે આપણા પાકમાં આવતી ઈયળના ફુદા ક્યારે ઈંડા મૂકે તે આપણને ખબર પડી જાય તો આપણે તરત ઈંડા નાશક છાંટીને સૌથી સહેલો અને ઓછા ખર્ચે નિયંત્રણ કરી શકીયે પણ આ ખબર કેમ પડે ? આપણને તો ઈયળ નુકસાન કરે ત્યારે દેખાય છે . નેધરલેન્ડની પેટ્સ ડ્રોન કંપનીએ ગ્રીનહાઉસમાં શાકભાજી ઉગાડતા ખેડૂતોને જંતુનાશકના ઓછા સ્પ્રે કરવા પડે તે માટે ડ્રોન અને PATS-C ફૂદાં ઈંડા મૂક્યાની મોબાઈલમાં જાણ કરે છે બોલો ! કંપનીએ PATS એ PATS-Cast લોન્ચ કર્યું છે, જે એક AI આગાહી સાધન છે જે ખેડૂતોને ઇયળો ક્યારે બહાર આવશે તે બરાબર ચોક્કસ સમયે ચેતવણી આપે છે.

Share this post: