ચોમાસુ ગંઠવા સંકલિત વ્યવસ્થાપન વિશે જણાવતા સર્વશ્રી શ્રીમતી અંજના બી. પ્રજાપતિ ડૉ. તુલિકા સિંહ ડૉ. અજય કુમાર મારૂ ડૉ. આર. કે. ઠુમર કૃમિશાસ્ત્ર વિભાગ, બં. અ. કૃષિ મહાવિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ – ૩૮૮૦૦૧

ચોમાસું મગમાં ગંઠવાકૃમિના અસરકારક નિયંત્રણ માટે શિયાળામાં કોબીજ અને ઉનાળામાં ગુવાર (શાકભાજી માટે) વડે બે વર્ષ સુધી પાકની ફેરબદલી કરવી.
ચોમાસું મગમાં ગંઠવાકૃમિના અસરકારક નિયંત્રણ માટે લીંબોળીનો ખોળ ૧૦૦૦ કિ.ગ્રા. + ટ્રાયકોડર્મા વિરીડી (૨×૧૦૮ બિજાણું/ગ્રામ) ૨.૫ કિ.ગ્રા./હે. વાવણીના ૧૦ દિવસ પહેલા જમીનમાં આપવું.
વાવણી અગાઉ ચાસમાં કાર્બોફયુરાન ૩ ટકા દાણાદાર દવા (૧ કિ.ગ્રા સક્રિય તત્વ પ્રમાણે) હેક્ટરે ૩૩ કિ.ગ્રા. પ્રમાણે પાકમાં છોડની આજુબાજુ રીંગ કરી અથવા ઊભા ચાસમાં ખાતર સાથે આપવી.
ગુજરાતમાં ટામેટાની ખેતી કરતા ખેડૂતોને ગંઠવા કૃમિના અસરકારક વ્યવસ્થાપન માટે ફલુઓપાયરમ ૩૪.૪૮% એસ.સી. ૫૦૦ ગ્રામ સક્રિય તત્વ પ્રતિ હેકટર પ્રમાણે ફેરરોપણીના બીજા દિવસે આપવાની ભલામણ કરવામાં આવે છે. આ માટે ૧૦ લિટર પાણીમાં ૨.૦૮ મિ.લી. ફલુઓપાયરમ ૩૪.૪૮% એસ.સી. મિશ્ર કરી દ્રાવણ બનાવવું અને છોડ દીઠ ૨૦૦ મિ.લી. દ્રાવણ મૂળની આજુબાજુ જમીનમાં આપવા.



