
સીધા ઉપભોક્તાને વેચાણ તેવા પ્રકારની ડાયરેક્ટ માર્કેટિંગ સ્ટ્રેટેજી કરીશું તો ખેતી કરવાની હિંમત આવશે . બીજું કે ખેતી તો ટકવાની છે. ખેતી વગર કોઈ આરો નથી, કરોડો લોકોને અનાજ , ફળ , શાકભાજી આપણે જ પુરા પાડીયે છીએ . અનાજ કઈ મશીનમાં નથી પેદા થવાનું . ખેતીમાં નવી ટેકનોલોજી આવશે અને ખેતી ટકવાની છે, જરૂર છે નવી ડાયરેક્ટ માર્કેટિંગ સ્ટ્રેટેજી કરીને આપણી પેદાશને સીધી વેચવાની .આ કોઈ બીજા નહિ કરે આપણેજ આપણા ગામને સાથે મળીને કરવું પડશે .આપણે ખેડૂત બાઝાર કે ફાર્મર માર્કેટ અને મૂલ્ય વર્ધન તરફ ધ્યાન દેવું પડશે .આપણી ખુમારી તો જુવો. કુદરત સામે લડવાની શક્તિ ઈશ્વરે ખેડૂતને આપી છે બાકી કોઈ વેપારીને કુદરત થી નુકશાની ગઈ હોય તો કેવો દેકારો કરે. આપણે તો કમોસમી વરસાદનો માર પણ ચુપચાપ સહન કરી લઈએ છીએ .એટલેજ તો આપણને બધા જગતનો તાત કહે છે .



