જીરુંની કાપણી ક્યારે કરવી જોઈએ ?

જીરુંની કાપણી – મસાલા પાકોમાં વધુ વળતર માટે તેની ઉત્પાદકતા અને ગુણવત્તા એ બે મહત્ત્વના પાસાઓ છે. પાકનું વધુ ઉત્પાદન થાય પરંતુ તેની ગુણવત્તા સારી ન હોય તો ભાવ ઓછા મળવાને કારણે આર્થિક ફાયદો ઓછો થાય છે. જીરૂના પાક સામાન્ય રીતે ૧૦૫ થી ૧૧૦ દિવસે પરિપક્વ થાય છે. મસાલાના પાકોની ગુણવત્તા તેનો રંગ, સુગંધ, દાણાનો દેખાવ અને તેનું કદ તથા બાહ્ય કચરા ઉપર આધારિત હોવાથી યોગ્ય સમયે કાપણી અને તે પછીની પ્રક્રિયાઓનો ખૂબ જ મહત્ત્વનો ફાળો છે. પાકની કાપણી દેહધાર્મિક પરિપક્વતાએ વહેલી સવારે કરવી જોઈએ. કાપણી કરતી સમયે પાકની સાથે રોગિષ્ટ છોડ કે નિંદામણની કાપણી કરવી નહીં.

Share this post: