ખેતરમાં કૃમિ નિયંત્રણ

* ઉનાળામાં બે થી ત્રણ વખત ખેતરમાં ઊંડી ખેડ કરવી અને જમીનને ઉનાળામાં સૂર્યના તાપમાં તપાવવી

* ગંઠવા કૃમિ લાગેલ છોડ/ગૂંટી કે કંદનો ઉપયોગ કરવો નહિ.

* ખેતરમાં ગંઠવા કૃમિની હાજરી જણાય તો આવા ખેતરમાં દાડમ, જામફળ, લીંબુનું વાવેતર ન કરવું.

• ટામેટીના પાકમાં ગંઠવાકૃમિના નિયંત્રણ માટે ધરૂની ફેરરોપણી નવેમ્બર માસના પહેલા અઠવાડીયામાં કરવી જોઈએ.

* જો ખેતરમાં ગંઠવાકૃમિનો ઉપદ્રવ હોય તો મકાઈ, જુવાર, બાજરા, ઘઉં જેવા ધાન્ય પાકો અથવા તો તલ, રાઈ જેવા પાકો સાથે ફેરબદલી કરવી.

* સેન્દ્રિય ખાતરો જેવા કે છાંણિયું ખાતર હેક્ટરે ૮ થી ૧૦ ટન અથવા મરઘાંની હગારનું ખાતર હેક્ટરે ૨.૫ થી ૩ ટન અથવાં જુદા-જુદા ખોળ જેવા કે દિવેલી, લીંબોળી, રાયડો વગેરે ૧ થી ૨ ટન જમીનમાં વાવણી/રોપણીના ઓછામાં ઓછા ૧૦-૧૫ દિવસ અગાઉ ભેળવીને કોહવડાવવાથી કૃમિનું નિયંત્રણ કરી શકાય.

દૂધીના પાકમાં ગંઠવાકૃમિના નિયંત્રણ માટે રાયડાનો ખોળ ૩૩૩૩ કિ.ગ્રા./હે. અથવા લીમડાનો ખોળ ૪૨૮૬ કિ.ગ્રા./હે. એક અઠવાડીયા પહેલાં આપી વાવણી કરવી.

ચોમાસું મગમાં ગંઠવાકૃમિના અસરકારક નિયંત્રણ માટે શિયાળામાં કોબીજ અને ઉનાળામાં ગુવાર (શાકભાજી માટે) વડે બે વર્ષ સુધી પાકની ફેરબદલી કરવી.

ચોમાસું મગમાં ગંઠવાકૃમિના અસરકારક નિયંત્રણ માટે લીંબોળીનો ખોળ ૧૦૦૦ કિ.ગ્રા. + ટ્રાયકોડર્મા વિરીડી (૨×૧૦ બિજાણું/ગ્રામ) ૨.૫ કિ.ગ્રા./હે. વાવણીના ૧૦ દિવસ પહેલા જમીનમાં આપવું.

વાવણી અગાઉ ચાસમાં કાર્બોફયુરાન ૩ ટકા દાણાદાર દવા (૧ કિ.ગ્રા સક્રિય તત્વ પ્રમાણે) હેક્ટરે ૩૩ કિ.ગ્રા. પ્રમાણે પાકમાં છોડની આજુબાજુ રીંગ કરી અથવા ઊભા ચાસમાં ખાતર સાથે આપવી.

Tags

Share this post: