કોઇપણ પાકનું ધરૂવાડિયું તૈયાર કરતાં પહેલાં જે જગ્યાએ ધરૂવાડિયું તૈયાર કરવાનું હોય ત્યાં કૃમિની હાજરીની ચકાસણી કરાવવી.
ઉનાળામાં એપ્રિલ-મે માસ દરમ્યાન ધરૂવાડીયાની જમીનમાં પાણી આપી વરાપે ખેડી ૧૦૦ ગેજનું (૨૫ માઇક્રોન) એલ.એલ.ડી.પી.ઇ. પારદર્શક પ્લાસ્ટિક ૧૫ દિવસ સુધી હવાચૂસ્ત રીતે ઢાંકી રાખવાથી (સોઇલ સોલરાઇઝેશન) જમીનમાં કૃમિની સાથે સાથે રોગ-જીવાતનું નિયંત્રણ પણ કરી શકાય.
ટામેટીના ધરૂવાડીયામાં ચોમાસામાં નફફટીયાં અને લીમડાના લીલા પાન દરેક ૨ કિ.ગ્રા. પ્રતિ ૧.૪૪ ચો.મીટરે અથવા કોંગ્રેસ ઘાસ ૨ કિ.ગ્રા. પ્રતિ ૧.૪૪ ચો.મીટરે અને લીમડાના લીલા પાન ૨ કિ.ગ્રા. પ્રતિ ૧.૪૪ ચો.મીટરે ફૂલ આવતાં પહેલાં અને ટામેટીનું ધરૂ નાંખતાં પહેલાં ધરૂવાડીયામાં ૧૫ થી ૨૦ દિવસ અગાઉ દબાવવાથી ટામેટીનાં ધરૂમાં અસરકારક રીતે ગંઠવાકૃમિનું નિયંત્રણ કરી શકાય.
ટામેટીના ધરૂવાડીયામાં મરઘાંનું ખાતર હેકટરે ૨ ટન પ્રમાણે જમીનમાં ભેળવી તેના ઉપર ઉનાળામાં ૧૫ દિવસ સુધી એલ.એલ. ડી.પી.ઇ. પારદર્શક ૧૦૦ ગેજના પ્લાસ્ટિકથી સોઇલ સોલરાઈઝેશન કરવાથી ગંઠવાકૃમિનું અસરકારક નિયંત્રણ કરી શકાય.
ધરૂવાડિયામાં કાર્બોફયુરાન ૩ ટકા દાણાદાર દવા (૧ કિલો ગ્રામ સક્રિય તત્વ પ્રમાણે) ૩૩ કિગ્રા./હે. પ્રમાણે ધરૂ નાખતાં પહેલા બે દિવસ અગાઉ જમીનમાં ભેળવવું.


