એક પ્રકારનું છોડને લાભકારક સૂક્ષ્મજીવાણું છે જે લગભગ તમામ પ્રકારના પાકોમાં ઉપયોગ કરી શકાય છે. આ પ્રકારના સૂક્ષ્મજીવાણું વનસ્પતિ સાથેના સંપર્ક દરમ્યાન જુદા જુદા એન્ટીબાયોટીકસ ઉપરાંત ઘણાબધા અન્ય રસાયણો બનાવી રોગકારક સુક્ષ્મજીવોનું અસરકારક નિયંત્રણ કરી શકે છે. આ ઉપરાંત સ્યુડોમોનાસ ફ્લુરોસન્સ છોડને ફાયદાકારક રસાયણો બનાવી તેની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ખૂબ ઉપયોગી થાય છે. વધારામાં, ઘણા સ્યુડોમોનાસ ફ્લુરોસન્સ છોડને પોષકતત્ત્વોના અભિશોષણમાં તથા વનસ્પતિ વૃદ્ધિવર્ધકો બનાવવામાં પણ મદદ કરે છે. આમ, સ્યુડોમોનાસ ફ્લુરોસન્સ માત્ર જૈવિક રોગનિયંત્રણમાં જ નહિ પરંતુ વૃદ્ધિ વધારવામાં પણ મદદરૂપ થાય છે.
વનસ્પતિજન્ય રોગો જેમ કે દાહ, પર્ણ આવરણનો સડો, ધરૂનો ઝાળ, બદામી ટપકાં, કાલવ્રણ અને પાનના ટપકાં તેમજ જમીનજન્ય રોગો જેવા કે ધરૂ મૃત્યુ, સુકારો વગેરે જમીનજન્ય અને હવાથી ફેલાતા રોગોના નિયંત્રણ માટે ખૂબ જ અસરકારક માલુમ પડેલ છે. આમ, આવા જીવાણુને અલગ અલગ ખેતી પાકોમાં રોગ નિયંત્રણ માટે વાપરવાથી જમીન, છોડ અને માણસની તંદુરસ્તી જાળવી શકાય છે.


