૧૦. બેટરી ટર્મિનલ પર હંમેશા પેટ્રોલિયમ જેલીનો ઉપયોગ કરવો, ગ્રીસ ક્યારેય લગાડવું નહી.
૧૧. બેટરીમાં હંમેશાં ડિસ્ટીલ વોટર જ નાખવું.
૧૨. બેટરીનો કોઈ સેલ જતો રહ્યો હોય તો ઉપાડી બીજી બેટરી તુરંત જ મૂકવી.
૧૩. ડાયનેમો ખરાબ થયો તો જાતે મરામત ન કરતા અધિકૃત વર્કશોપમાં મરામત કરાવવી.
૧૪. ડાયનેમો ખરાબ થયે હથોડાનો ઉપયોગ ટાળવો તેમજ રીપેરીંગ નકલી સ્પેરપાર્ટસ વડે ન કરવું.
૧૫, સેલ્ફ સ્ટાર્ટર તથા ડાયનેમાને ધૂળ અને પાણીથી બચાવવા.
૧૬. સ્ટાર્ટરના બધા કનેક્શન ટાઈટ અને સાફ રાખવાં.
૧૭. હાઈડ્રોલિક લીફ્ટને હંમેશાં ન્યુટ્રલમાં રાખવી. કાર્ય કરતી વખતે જ યોગ્ય ઉપયોગ કરી ન્યુટ્રલમાં લાવી મૂકવી.
૧૮. નિર્દેશ કરેલ સમયાંતરે ટ્રેક્ટરની સર્વિસ, ગ્રીસીંગ ઓવરહોલિંગ કરાવવું.
૧૯. ટ્રેક્ટરનું ખેડ કાર્ય પૂર્ણ થતા ધૂળ-માટી સાફ કરી ટ્રેક્ટરને યોગ્ય જગ્યાએ શકય હોય તો ઢાંકીને મૂકવું.



