કઈ પ્રકારની પરિસ્થિતિમાં અલાટોક્સીન મગફળી મા જમા થાય છે ?

રોગોની સામે ટકવાની નબળી શક્તિ ધરાવતી જાત , આવી રોગગ્રાહી જાતમાં ફૂગ ચોવીસથી છત્રીસ કલાકમાં આછા લીલા રંગની વૃદ્ધિ અને પુષ્કળ બીજાણું પેદા કરે છે. પછીના છ થી આઠ દિવસમાં મગફ્ળીના બીયા કે ઉપપેદાશમાં અફ્લાટોકસીનનો વધારો જોવા મળે. જમીનનું ઉષ્ણતામાન, ભેજ, પાકની છેલ્લી અવસ્થાએ પાણીની ખેંચ, ડોડવાને ખેત ઓજારોથી આંતરખેડ વખતે થતું નુકસાન વગેરે મુખ્ય વાતાવરણીય ઘટકો છે. આના દ્વારા ફૂગની વૃદ્ધિ અને અફ્લાટોકસીનનો વધારો થાય છે.
વધુ પડતા પરિપક્વ ડોડવામાં ફૂગ તથા ઝેર ભળવાની શકયતા વધે. આંતરખેડથી ડોડવાને નુકસાન અને મગફ્ળી ઉપાડ્યા પછીનો વરસાદ જે પાથરામાં ભેજ વધવાથી ફૂગની વૃદ્ધિ વધારે છે. જ્યારે મગફ્ળી સુકવવાની અપૂરતી સગવડ હોય ત્યારે મગફળી પાથરામાં સૂકવવી હિતાવહ છે.

Tags

Share this post: