
અળસિયું આપણી જમીનનું હળ છે જે ઊંડી ખેડ કરે છે પાણી જમીનમાં પચાવવામાં મદદ કરે છે જમીનમાં રહેલા સડેલા સેન્દ્રીય તત્વોને ખાઈને દાણાદાર સ્વરૂપે તેની હગારમાં ફળદ્રુપ માટીના કણો આપણા પાકને પોષણ આપે છે અળસિયાના અનેક પ્રકાર અને પ્રજાતિ છે પરંતુ મહત્વની ચાર પ્રજાતિની વાત કરીએ તો એનેસીક (ANECIC ) જે ઊંડા રહેનારા અળસિયા છે સડેલું ઓર્ગેનિક મેટર ખાય છે. તે આછા લાલ રંગના હોય છે. માટી ખાય છે ઊંડે સુધી બોરિંગ કરે છે. આપણને જોવા મળતા નથી . બીજા છે, એપીજીક (epigeic) આ અળસિયા ઉપર ઉપર જોવા મળે છે સડેલું ઓર્ગેનિક મેટર ખાઈને જમીનને સારી બનાવે છે . ત્રીજા છે, એન્ડોજેનિક (endogeic) જે છીછરા – ખોદકામ કરનારા અળસિયા છે વિવિધ રંગમાં જોવા મળે, માટી ખાય અને જમીનને પોચી ભરભરી બનાવે.. ચોથા છે , કંપોસ્ટીંગ, આ અળસિયાને હાય ઓર્ગેનિક પદાર્થ જેવું કે ગાયનું છાણ, મેનયોર ખુબ ભાવે છે , આ ખુબ જ ઝડપી અળશિયા છે. ખુબ ઝડપી કામ કરીને આપણને વર્મી કમ્પોસ્ટ બનાવવામાં મદદ કરે છે..



