લશ્કરી ઇયળ

હેક્ટર દીઠ એક પ્રકાશપિંજરનો ઉપયોગ કરી ફૂદીઓને આકર્ષી નાશ કરવો ખેતરની ફરતે થોડા થોડા અંતરે ટ્રેપ ક્રોપ તરીકે વાવેલા દિવેલાના છોડ ઉપર માદા ફૂદી ઈંડાં મૂકશે. આવા ઈંડાંના સમૂહવાળા પાન તોડી ઈંડાં સહિત પાનનો નાશ કરવો. ફેરોમોન ટ્રેપ હેક્ટર દીઠ ૮ થી ૧૦ ની સંખ્યામાં ગોઠવવા અને તેમાં પકડાયેલા નર ફૂદાનો નાશ કરવો. બેસીલસ થુરીન્જીન્સીસ જીવાણુનો પાઉડર 30 ગ્રામ અથવા બ્યૂવેરીયા બેસીયાના ફૂગનો પાઉડર 60 ગ્રામ 15 લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો. ઉપદ્રવના સમયે પ્રોફેનોફોસ ૫૦ ઇસી 15 મિલિ અથવા ક્વિનાલફોસ ૨૫ ઇસી 30 મિલિ અથવા ક્લોરાન્ટ્રાનિલિપ્રોલ ૧૮.૫ ઇસી 6 મિલિ અથવા ઇન્ડોક્ઝાકાર્બ ૧૫.૮૦ ઇસી 10 મિલિ અથવા ફ્લૂબેન્ડિએમાઇડ ૪૦ એસસી 6 મિલિ અથવા સ્પીનોટેરામ ૧૧.૭૦ એસસી 15 મિલિ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

Share this post: