
મરચીના રોપ માં અને ફેરરોપણી પછી ખાસ રીડોમિલનું ડ્રેન્ચિંગ ને ફૂગનો અને ચુસિયાની દવા છાંટીને સફેદમાખીનો ઉપદ્રવ શરું શરૂમાં થવા દેવો નહિ . ફેરરોપણી વખતે મરચાના રોપના મૂળને ઈમીડાકલોપ્રીડ અને રીડોમિલમાં બોળીને રોપણી કરાય .આમતો બધાનો એકજ પ્રશ્ન છે કે આ મરચીમાં કૂકડ ક્યાંથી આવે છે ? યાદ રાખો મિત્રો કૂકડ કઈ એમનામ નથી આવતો કૂકડને આવવા માટે વાતાવરણ, આપણી ભૂલ અને રોગકારકની હાજરી જવાબદાર છે. તમને થશે બાકી બધું બરાબર પણ આપણી શું ભૂલ ! જુઓ સમજો આપણને મેલેરિયા કેવી રીતે થાય ? તમને થયો હોય તો હું તમારી બાજુમાં બેસું તો થાય? નો થાય ? પણ તમને કરડેલ એનીફીલીસ મચ્છરની માદા જો બીજાને કરડે તો મેલેરિયા ફેલાય એટલે ટૂંકમાં એકલ દોકલ છોડમાં કૂકડનો વાયરસ લાગી ગયો તે તમે જોયુ, પાન કુક્ડાઈ ગયા અને નસો ફુલાઈ ગઈ અને તેમાં જો સફેમાખી, થ્રીપ્સ, મોલો જેવી ચુસીયા લાગી તો તે સફેદમાખી ત્યાંથી રસ ચૂસીને બાજુના છોડ ઉપર રસ ચૂસે તો રોગ હવે બીજા છોડમાં દાખલ થાય . ટૂંકમાં જેવું મચ્છરનું તેવું સફેમાખીનું કામ છે



