બટેટા ની મુખ્ય જીવાત અને નિયંત્રણ કેમ કરશો ?

ચૂસિયા પ્રકારની જીવાતો (મોલો, લીલા તડતડિયા, સફેદ માખી) પાન નીચે રહી રસ ચૂસી નુકસાન પહોંચાડે છે. વધુમાં મોલો જેવી જીવાત વિષાણુમાંથી થતા રોગો જેમ કે, પંચરંગીયો, કોકડવા વગેરેનો ફેલાવો કરવામાં વાહક તરીકે અગત્યનો ભાગ ભજવે છે. ફ્લોનીકામાઈડ ૫૦ ડબ્લ્યુ જી. ૩ ગ્રામ / ૧૦ લિટર પાણી, થાયોમેથોકઝામ ૨૫ ડબ્લ્યુ જી. ૪ ગ્રામ / ૧૦ લિટર પાણી ડાયમથોએટ ૧૦ મિ.લિ. દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો અથવા ઈમીડાક્લોપ્રીડ ૩ મિ.લિ. દવા ૧૦ લિટર પાણી પ્રમાણે છંટકાવ કરવો. જરૂર પડે ૧૦-૧૫ દિવસના અંતરે બીજા જરૂરી છંટકાવ કરવાથી ચુસીયા પ્રકારની જીવાતોને નિયંત્રણમાં રાખી શકાય છે. પીળા કલરના સ્ટ્રીકીટ્રેપ ૮થી ૧૦ પ્રતિ હેક્ટરે મૂકવા.

થડ કાપી ખાનારી ઇયળ છોડને જમીન સરખા કાપી નુકસાન કરે છે અને જ્યારે કંદ બેસે ત્યારે તેમાં દાખલ થઈ ગર્ભને ખાઈ પોલા (ખોખાં) બનાવીને નુકસાન કરે છે. સાંજના સમયે ખેતરમાં બટાટાના પાળા તથા થડ ઉપર ક્લોરપાયરીફોસ ૨૦ મિ.લિ. દવા ૧૦ લિટર પાણીમાં મિશ્રણ કરી છંટકાવ કરવો.

પાન ખાનાર ઈયળ પાન ખાઈને નુકસાન કરતી હોય છે. તે રંગે ભૂખરા રંગની કે લીલા રંગની હોય છે. આ ઇયળ જણાય કે તરત જ ક્વિનાલફોસ ૨૦ મિ.લિ. પ્રમાણે ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. પાકની અવસ્થા પ્રમાણે ૮૦૦ થી ૧૦૦૦ લિટર પ્રતિ હેક્ટર જેટલા પાણીનો ઉપયોગ કરવો હિતાવહ છે. ફેરોમેન ટ્રેપ ૬થી ૮ પ્રતિ હેક્ટરે મૂકવા.

Tags

Share this post: