મોટો પ્રશ્ર્ન એ છે કે બધી બધી જીવાત દિવસે દિવસે બધી દવા સામે પ્રતિકાર શક્તિ કેળવતી જાય છે, બધી જીવાતો હવે સામી થઇ છે કારણ આપણે જીવાતોની નવી પેઢી વધુને વધુ શક્તિશાળી બનાવવા મદદ કરીએ છીએ ? અને અત્યારે જે દવા બાઝારમાં છે તેનાથી મરે નહિ તેવી બનાવવામાં આપણે બધા મદદ કરીયે છીએ? શું તેની તમને ખબર છે ? આપણે મોલો , કથીરી કે થ્રિપ્સની દવા લેવા જઇયે ત્યારે એક તો નામનેઠા વગરની (ટેક્નિકલ ક્યુ છે તે ખબર ન હોઈ તેવી) દવા છાંટીએ અને પ્રમાણનું તો કોઈ માપ જ નહિ , આપણે પુછિયે કેટલી નાખવાની? તો વેપારી પણ કહે એક ઢાંકણું? આ ઢાંકણું એટલે શું ? કોઈ માપ ખરું કે ? 25 મિલી કે 55 મિલી, આપણું બધું મભમ હાલે છે .,આ તો એવું થયું કે ….. પાનની ફાકીની શરૂઆતમાં એક કટકો લેતા હેડકી આવતી તે વખત જતા આખી ફાકી થી કઈ નો થાય તેવું થાય , સતત એકજ ગ્રુપની દવાઓ વાપરીને જીવાતો ઝેર થી રીઢી થઇ ગઈ એમજ કહો ને , એટલેજ વૈજ્ઞાનિકો અને સારી કંપનીઓની રીસર્ચ ટીમ આપણી મદદે આવે છેને આપણને નવી નવી ઓછા નુકશાન સાથે વધુ ફાયદો કરાવતું નવું મોલેક્યુલ આપે છે દાખલ તરીકે સેફિના , ખુબ સારી દવા પણ ભલામણ માત્રામાં વાપરીશું તો વધુ સમય તેના પરિણામ મેળવતા રહીશુ



