
ઉત્તર સૌરાષ્ટ્ર વિસ્તારમાં ચણાનું વાવેતર કરતા ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે ૨% પોટેશિયમ નાઈટ્રેટના બે છંટકાવ (પ્રથમ છંટકાવ ફૂલ આવવાના અને બીજો છંટકાવ પોપટાના વિકાસના સમયે) કરવાથી વધુ ઉત્પાદન મળે છે. મધ્ય ગુજરાતની કપાસની કાળી જમીનમાં ચોમાસુ તુવેરની ખેતી કરતા ખેડૂતો કે જેઓની જમીનમાં લોહ અને જસત નહિવત માત્રામાં હોય તેઓએ સરકાર દ્વારા નોટીફાઈડ થયેલ (માન્ય કરેલ) ગ્રેડ-૪ મુજબ ૧%નું સૂક્ષ્મ તત્ત્વોનું મિશ્રણ વાવણી પછી ૬૦, ૯૦ અને ૧૨૦ દિવસે છંટકાવ કરવો.



