કૃષિ ટેકનોલોજી : હિમ ઉડાડવા પંખા

હિમ ઉડાડવા પંખા

આપણે ત્યાં ગરમી કે વધુ વરસાદ આપણા પ્રશ્નો જુદા છે. યુરોપમાં હિમ પડે સ્નોફોલ થાય આ બધામાં પાકને બચાવવો હોય તો નવી ટેકનિક અને ટેકનોલોજીનો સહારો લેવો પડે દાખલા તરીકે આપણે ત્યાં ગરમી અને વધુ વરસાદથી બચવા ઊંચા પાળા જેને રેઝ બેડ કહેવાય છે તે કરવા પડે અને આપણે ત્યાં ડ્રીપ સાથે મલ્ચિંગ કરવાથી ફાયદો થાય . આપણે ત્યાં શિયાળામાં હિમ પડે તો આપણે ખેતરમાં કચરો સળગાવી ધુમાડો કરીએ તો આ યુરોપ અને અમેરિકા વાળા શું કરતા હશે ? ત્યાં હિમ પડે એટલે ત્યારે તેને ચાસમાં પવન ફૂંકવા પોર્ટેબલ પંખા વસાવ્યા હોય તે મોટા મોટા પંખા દ્વારા ખેતરમાં પવન ફેંકીને હિમને ઉડાડે. આ પંખા કેવા હોય તો જુઓ ચિત્ર ખેડૂત પોતાની સમસ્યા માટે જુદા જુદા રસ્તા અને ટેકનોલોજી અપનાવી લે છે.

Tags

Share this post: