કપાસ : નીંદણ નિયંત્રણ 

* દક્ષિણ ગુજરાતના પિયત વિસ્તારમાં સંકર કપાસમા નીંદણ નિયંત્રણ કરવા માટે ઓકઝાડાયેઝેન હેકટર દીઠ ૧.૦ કિ.ગ્રા. છાંટવું | તેમજ ચાર વખત હાથથી નીંદામણ કરવું ડાયુરોન હેકટર દીઠ ૦.૭૫ કિ.ગ્રા. પાક ઉગ્યા બાદ ૨૦ દિવસે છાંટવાથી તેમજ ત્યાર બાદ ચાર વખત હાથ વડે નીંદામણ કરવાથી પણ નીંદણનું અસરકારક નિયંત્રણ કરી શકાય છે. આ ઉપરાંત આ સિવાય ઓકઝાડાયેઝોન હેકટર દીઠ ૧.૦ કિ.ગ્રા. પ્રિઈમરજન્સ છંટકાવ કરવો. પાક ઉગ્યા બાદ ૨૦ દિવસે ડાયુરોન હેકટર દીઠ ૦.૭૫ કિ.ગ્રા. તેમજ જરૂરિયાત મુજબ બે વખત હાથ વડે નીંદામણ કરવું અથવા

* ઉત્તર પશ્ચિમ ખેત-હવામાન (વી ૭૯૭) કપાસનું વાવેતર કરતા ખેડૂતોએ પાકની વાવણી બાદ ચાર અઠવાડિયે એક આંતરખેડ તેમજ એક વખત હાથ વડે નીંદામણ કરવું

* દક્ષિણ સૌરાષ્ટ્ર ખેત-હવામાન વિસ્તારમાં સંકટ કપાસનું વાવેતર કરતા ખેડૂતોને કપાસના પાકમાં નીચે પૈકી કોઈપણ એક નીંદણ નિયંત્રણ પધ્ધતિ અનુસરવાની સલાહ છે.

મજુરોની અછતની પરિસ્થિતિમાં

ફ્યૂકલોરાલીનનો હેકટર દીઠ ૦.૯૦ કિ.ગ્રા. પ્રિઈમરજન્સ છંટકાવ કરવો. તેની સાથે સાથે પાકની વાવણી બાદ ૩૦ અને ૬૦ દિવસે એમ બે વખત હાથ વડે નીંદામણ અને આંતરખેડ કરવી.

અથવા

પેન્ડીમીથાલીનનો હેકટર દીઠ ૦.૯૦ કિ.ગ્રા. પ્રિઈમરજન્સ છંટકાવ કરવો. તેની સાથે સાથે પાકની વાવણી બાદ ૩૦ અને ૬૦ એમ બે વખત હાથ વડે નીંદામણ અને આંતરખેડ કરવી.

Share this post: