ઓર્ગેનિક ફોસ્ફરસ માટે શું કરવું ? – કૃષિવિજ્ઞાન ટીપ્સ

▪️રોક ફોસ્ફેટ: તે કુદરતી રીતે માટી માંથી મળતો ફોસ્ફરસ નો સ્ત્રોત છે . આ ફોસ્ફરસ એસિડિક જમીન માટે શ્રેષ્ઠ છે . વાવેતર કરતા પહેલા જમીનમાં ભળી જાય છે.

▪️હાડકાના ખાતરમાંથી મળતો ફોસ્ફરસ : બોનમીલ પ્રાણીઓના હાડકા ના ભુકા માંથી બનાવવામાં આવે છે . બોનમીલ માંથી ફોસ્ફરસ અને થોડું નાઇટ્રોજન મળે છે.

▪️ફોસ્ફેટ સમૃદ્ધ ઓર્ગેનિક ખાતર (PROM) તે રોક ફોસ્ફેટથી સમૃદ્ધ ખાતર છે. ધીમા, સ્થિર ફોસ્ફરસ માટે ઉત્તમ છે . પાકની જરૂરિયાતને આધારે 300-500 કિગ્રા પ્રતિ એકર જરૂર પડે છે .

▪️સડેલું છાણીયું ખાતર: સારી રીતે સડેલું ગાય, બકરી અથવા મરઘાં ખાતર, ફાયદાકારક સૂક્ષ્મજીવાણુઓ સાથે થોડી માત્રામાં ફોસ્ફરસ પૂરું પાડે છે. પ્રતિ એકર 3-5 ટન આપવું જોઈએ .

▪️લીલું ખાતર ગ્રીન મેનયોર : શણ અને કઠોળ વર્ગના ના છોડ ઉગાડીને ફૂલ આવે ત્યારે જમીનમાં દાબીને જમીનની રચના સુધારવામાં અને સ્થિર થયેલા ફોસ્ફરસને મુક્ત કરવામાં મદદ કરે છે.