
થ્રીપ્સ એક એવી જીવાત છે કે આખું વિશ્વ તેના નિયંત્રણ માટે કમરકસી રહ્યું છે. એમાંય કાળી થ્રીપ્સ ની પ્રજાતિ થ્રીપ્સ પારવી સ્પીનસ સામે લડવા માટે વર્લ્ડ વેજીટેબલ, ઇક્રિસેટ અને APSA એશિયા પેસિફિક સીડ એસોસિયેશન દ્વારા ઇક્રિસેટ હૈદરાબાદ ખાતે 30 નવેમ્બર 2023 ના રોજ મળીને આ કાળી થ્રીપ્સ સામે પ્રતિકારક જાતો શોધવા અને કેમ નિયંત્રણ કરવું તેની વૈજ્ઞાનિકો ચર્ચા કરશે. યાદ રાખજો કોઈપણ જીવાતની પ્રતિકારકતા વધારવામાં તમારા વિસ્તારમાં મળતી જંતુનાશક દવા અને તમારી પસંદગી જવાબદાર છે. આપણે જ કહીએ છીએ કે તું પ્રતિકારકતા કેળવ.



