પાક સંરક્ષણ

દિવેલ નો સૂકારો

છાણિયું ખાતર અને લીલા પડવાશનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવો. સુકારા સામે પ્રતિકારક જાત ગુજરાત દિવેલા સંકર-૭નું વાવેતર કરવું. બીજને વાવતાં પહેલાં કાર્બેન્ડાઝીમ ૧ ગ્રામ અથવા ટ્રાયકોડર્મા વીરીડી જૈવિક નિયંત્રકનો ૧૦ ગ્રામ પ્રતિ કિલો બીજ પ્રમાણે પટ આપવો. કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા 15 ગ્રામ અથવા કોપર ઓક્ઝિક્લોરાઇડ ૫૦ વેપા 60 ગ્રામ 15 લિટર પાણી પ્રમાણે દ્વાવણ બનાવી […]

દિવેલ નો સૂકારો Read More »

શેરડીનો રાતડો

ટ્રાયકોડર્મા વીરીડી અથવા ટ્રાયકોડર્મા હરજીયાનમ પ્રેસમડમાં સંવર્ધન કરી રોપણી સમયે ૮ ટન પ્રતિ હેક્ટરે ચાસમાં આપવું. વધુ પડતું પિયત અથવા પાણીની ખેંચ થવા દેવી નહિ.

શેરડીનો રાતડો Read More »

મગનો પીળો પંચરંગીયો

આ રોગનો ફેલાવો સફેદમાખી દ્વારા થતો હોવાથી તેના નિયંત્રણ માટે શોષકપ્રકારની કીટનાશકો જેવી કે ડાયમિથોએટ ૩૦ ઇસી 15 મિલિ અથવા ઇમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ 6 મિલિ અથવા એસીટામિપ્રિડ ૨૦ એસપી 5 ગ્રામ અથવા એઝાડીરેક્ટીન 60 મિલિ 15 લિટર પાણીમાં ઓગાળી જરૂરિયાત મુજબ છંટકાવ કરવો.

મગનો પીળો પંચરંગીયો Read More »

બાજરીનો ગેરૂ

રોગની શરૂઆત થાય કે તુરંત જ મેન્કોઝેબ અથવા ઝાયનેબ ૦.૨ ટકા પૈકી કોઇપણ એક ફૂગનાશક 35 ગ્રામ 15 લીટ પાણીમાં ઓગાળી છંટકાવ કરવો અને ત્યાર બાદ ૧૫ દિવસે જરૂરિયાત મુજબ બીજાે છંટકાવ કરવો.

બાજરીનો ગેરૂ Read More »

ઘોડીયા ઇયળ

ખેતરમાં ઈયળભક્ષી પક્ષીઓને બેસવા માટે ઝાડના ડાળા કાપીને છૂટાછવાયા ઊભા કરી તેમને બેસવાની વ્યવસ્થા કરવી. પુખ્ત ઈયળોને હાથથી વીણીને કેરોસીનવાળા પાણીમાં નાખીને નાશ કરવો. કુદરતી રીતે બ્યૂવેરીયા બેસીયાના ફૂગથી થતો રોગ જાેવા મળે છે, એટલે કુદરતી રીતે નિયંત્રણમાં રહે છે. તેમ છતાં બજારમાં ઉપલબ્ધ આ ફૂગનો પાઉડર 60 ગ્રામ પ્રતિ 15 લિટર પાણીમાં ઉમેરી સાંજના

ઘોડીયા ઇયળ Read More »

કપાસનો મૂળખાઇ/ મૂળનો સડો

કાર્બેન્ડાઝીમ 15 ગ્રામ અથવા કોપર ઓક્ઝિક્લોરાઇડ 50 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી સૂકાતા છોડની આજુબાજુ જમીનમાં મૂળ વિસ્તારમાં આપવું.

કપાસનો મૂળખાઇ/ મૂળનો સડો Read More »

રીંગણ : ડૂંખ અને ફળ કોરી ખાનારી ઇયળ

પાકની શરૂઆતની અવસ્થામાં નુકસાન પામેલ અને ચીમળાઇ ગયેલી ડૂંખોને ઇયળ સહીત તોડીને ઊંડો ખાડો કરી દાટી નાશ કરવાથી તેનો ઉપદ્રવ ઓછો કરી શકાય છે. ફેરરોપણીના એક મહિના બાદ ૪૦ ફેરોમોન ટ્રેપ/હેકટર પ્રમાણે સામૂહિક ધોરણે મૂકવા. ક્લોરપાયરીફોસ ૨૦ ઇસી 30 મિલિ અથવા એમામેક્ટિન બેન્ઝોએટ ૫ એસજી 6 ગ્રામ અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી 6 મિલિ અથવા સાયપરમેથ્રીન

રીંગણ : ડૂંખ અને ફળ કોરી ખાનારી ઇયળ Read More »

ટામેટા : પાનકોરીયું અને પર્ણ-વ-ફળ વેધક

પર્ણ-વ-ફળ વેધકની ઇયળના ઉપદ્રવની શરૂઆત થતા જ નર ફૂદાને સમૂહમાં પકડવા (આકર્ષવા) માટે ૪૦ ટ્રેપ પ્રતિ હેક્ટરે ગોઠવવા. બ્યૂવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી 6 મિલિકરવો. અથવા ફલ્યૂબેન્ડિયામાઇડ ૪૮૦ એસસી 6 મિલિ અથવા સાયાન્ટ્રાનીલીપ્રોલ ૧૦.૨૬ ઓડી 11 મિલિ 15 લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.

ટામેટા : પાનકોરીયું અને પર્ણ-વ-ફળ વેધક Read More »

ડાંગર પર્ણચ્છેદનો સૂકારો

કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા 15 ગ્રામ અથવા એડીફેનફોસ ૫૦ ઈસી 15 મિલિ અથવા વેલીડામાયસીન એસએલ 15 મિલિ 15 લિટર પાણીમાં ભેળવી જરૂરિયાત મુજબ છંટકાવ કરવો.

ડાંગર પર્ણચ્છેદનો સૂકારો Read More »