સંવાદ : ‘તમે અદા, મને ખેડ્યમાં રાખીને ખરો મૂંઝવ્યો છે હો ! મારી હાર્યનો ઓલ્યો લાલકાકાનો છગનો, ભલેને હીરામાં નો ફાવ્યું તો કાપડના ફ્રેક્ટરામાં ઘૂસી ગ્યો ! ને આજ ઘરની મોટર ફેરવતો થઈ ગ્યો છે. ને હું ? કાઢી નાખ્યાં આ કીધું એમ પોણો દાયકો વરહ ! ક્યારેક કોકની જૂની-બૂની મોટરસાયકલ લેવાનું વેણ નાખું ત્યાં કહી ઊઠો છો, ‘સુખા બેટા ! આપણને ખેડ્યમાં આવા ખરચા ન પોહાય !’ તો અમે એવો તે કયો ગનો કર્યો છે કે અમારે ઢોર થઈને જ જીવવાનું ? તમને બહુ વાલી છેને ખેડ્ય ? તે સંભાળો તમતમારે ! તમે કરો ભલે ભાગવી આપો, અરે ! વેચી મારજોને તમતમારે ! હું હવે ઝાલ્યોય નથી રહેવાનો ! શહેર ભેળો થઈ જવાનો એ વાત નક્કી છે અદા !’ આમ તો જૂઓ ! ‘ફળ’ કહ્યું ત્યાં ‘ફરંગટી’ ખાઈ ગયો જુવાનિયો ! અને માળો છટક્યો તે સાચેસાચ સુરત ભેળો થઈ ગયો ! શાંતિથી જવાબ દેવાની ધીરજે ય ખેડૂત જુવાનિયામાં બચી નથી. કારણ હશે ને કાંઈક ? આ સંવાદ સાંભળી થાય છે કે ત્યારે કરશું શું ? શું ખેતીની આ બાબત બધાને ધ્યાનમાં લેવા જેવી છે ? , આવતી કાલે



