
ઘન, પ્રવાહી અને વાયુઓની બનેલી જમીન નાશવંત નથી પરંતુ તે વિવિધ પ્રકારના સૂક્ષ્મજીવોના રહેઠાણવાળી જીવંત છે. જમીનના સૂક્ષ્મજીવો જમીનમાં વિવિધ પ્રક્રિયા કરે છે. જમીનના સૂક્ષ્મ જીવોને મુખ્ય બે ભાગમાં વહેંચવામાં આવે છે. ફલોરા અને ફોના. ફરીથી તેના કાળ અને આકારના આધારે મેક્રોફલોરા અને માઈક્રોફલોરા તથા મેક્રોફોના અને માઈક્રોફોના એમ ચાર ભાગ પાડવામાં આવેલ છે. આ બધા જુથોમાં બેક્ટેરીયા, ફૂગ, એક્ટીનોમાઈસીટ્સ, લીલ, શેવાળ, કૃમિ, અળસિયાં, કીડી અને અન્ય નાની જીવાતોનો સમાવેશ કરવામાં આવે છે. આ પૈકી જમીનમાં સૌથી વધુ સંખ્યામાં બેક્ટેરીયા, ત્યારબાદ બીજા નંબરે એક્ટીનોમાઈસીટ્સ, ફૂગ અને લીલ વિવિધ પરિસ્થિતિમાં જોવા મળે છે.



