આમળાં ના મૂલ્યવર્ધન કરી કમાણી કેમ થાય ?

આમળાં સીધું ખાવાનું થાય તો થોડું તૂરું અને ખટમીઠું લાગે, પણ ખાધા પછી જો પાણી પીઇએ તો જાણે શરબત પીતા હોઇએ એવું મીઠું લાગે ! બીજાં ફળોની જેમ આમળાં -ફળ સીધું વધારે પ્રમાણમાં ભલે નથી ખવાતું, પણ તેની કેટલીય બનાવટો બનાવવાની તૈયારી રાખવી પડશે. . રસ કાઢી સરબત બને. તેનો જામ બને, જેલી બને, મુરબ્બો બને. અરે ! આરોગ્યની દ્રષ્ટિએ ઉત્તમ અને ખૂબ પ્રચલિત છે એવું ‘જીવન’ [ચ્યવનપ્રાશ] પણ આમળાંમાંથી જ બને. તેનો મુખવાસ બને, ચોકલેટ-કેંડી બને, મીઠા સાથે મેળવેલાં અથાણાં બને, ચટણી બને-કહોને જેને જે ભાવે તે બધું જ આમળાંમાંથી બને ! માથામાં નાખવાનું તેલ પણ બને અને સાબુ તથા શેમ્પુ પણ બને. ઉપરાંત આયુર્વેદિક ઉપયોગનો તો પાર નથી.