ઉનાળું મગફળીમાં આંતરખેડ અને નિંદામણ

મગફળી પાકમાં સમયસર નિંદામણ ન કરવામાં આવે તો ર૦ થી ૪૫ % સુધીનો ઉત્પાદનમાં ઘટાડો નોંધાયેલ છે. મગફળીના પાકને પ્રથમ ૪૫ દિવસ નિંદામણમુક્ત રાખવો ખૂબ જ જરૂરી છે. આ માટે બે આંતરખેડ તથા હાથથી નિંદામણ કરવું જરૂરી છે. જ્યાં મજૂરોની અછત હોય અને મજૂરીના દર ખૂબ ઊંચા હોય ત્યાં નિંદામણ નિયંત્રણ માટે ઓક્ઝીફ્લુરાફેન ૦.ર૪ કિ.ગ્રા./હે. (ગોલ-ઈ ૧ લિ./હે.) અથવા પેન્ડિમીથાલીન ૧ કિ.ગ્રા./હે. (સ્ટોમ્પ ૩ લિ./હે.) દવા, ૫૦૦ લી. પાણીમાં ઓગાળી વાવણી બાદ તુરત જ અને બિયારણના સ્ફુરણ પહેલા જમીન ઉપર છંટકાવ કરવો અને મગફળી ર૦ દિવસની થાય ત્યારે ક્વિઝાલોફોપ ઈથાઈલ ૦.૦૫ કિ.ગ્રા. પ્રતિ હેક્ટરે અથવા ઈમીઝેથાપાયર (પરસ્યુટ) નિંદામણનાશક દવા ૦.૦૭૫ કિ.ગ્રા. પ્રતિ હેક્ટર પ્રમાણે છંટકાવ કરવો. આ ઉપરાંત ૪૦ થી ૫૦ દિવસે એક આંતર ખેડ અને એક હાથ નિંદામણ કરવાની ભલામણ છે.

Tags

Share this post: