કેવા સંજોગોમાં ફોલિયર સ્પ્રે વધુ ઉપયોગી બને ?

ફોલિયર સ્પ્રે વધુ ઉપયોગી

જ્યારે જમીનનો પીએચ આંક, એનું પોત કે પ્રત પ્રતિકૂળ હોય ત્યારે ખાતરનો પાન પર છંટકાવ ખૂબ જરૂરી બને છે.દા.ત. સાડા સાતથી વધુ પીએચ હોય ત્યારે અથવા ‘લોહ’ તત્વની ઉણપ હોય એવે ટાણે હિરાકશીના એક ટકાના દ્રાવણનો છંટકાવ પાન પર કરવાથી લોહની ઉણપ દૂર થઈ પાક ફરી તંદુરસ્ત થઇ જાય છે . ઘઉંનો પાક નીંઘલી અને ડુંડીમાં થૂલી ચડવા માંડે અને દાણા ભરાવાનું શરૂ થાય, ત્યારે જો નાઇટ્રોજન તત્વની ઉણપ રહેવા પામે તો દાણા ભરાવદારપણામાં,પોઢાપણામાં,ચળકાટમાં ઉણાં રહી જાય છે. અને સામે મુશ્કેલી એ છે કે આવી વેળાએ [છોડ નીંઘલી,થૂલી અવસ્થાએ હોય] નાઇટ્રોજનયુક્ત ખાતરો જમીનમાં આપીએ, છતાં છોડવાના મૂળિયાં નાઇટ્રોજન ઉપાડવા બાબતે બિલકૂલ ધ્યાન દેતાં નથી.

બસ ! આવે વખતે ઘઉંના ઘેરામાં નાઇટ્રોજનયુક્ત પ્રવાહી ખાતરનો સ્પ્રે કરવાથી ઉત્પાદનમાં અઢળકપણું દેખાડી જાણે છે.” ધારો કે આપણી જમીન ખેતરપડું [બિન પિયત વિસ્તાર] હોય અને વરસાદની ખેંચ થકી સાવ સુકાયેલું હોય- છતાં પાકને પોષકતત્વો આપવાની જરૂરિયાત દેખાઇ હોય તો ? જમીનમાં ‘ભેજ’ નહીં હોવાથી, જમીન દ્વારા આપી શકાય તેવા ખાતરો તો આપી શકીશું નહીં ! આવા વખતે પાંદડાં પર ખાતરનો છંટકાવ ફોલીયર સ્પ્રે ઉપયોગી બની રહે છે. !

Share this post: