
ધનિષ્ઠ વાવેતર એ પણ એક કાર્બન ટકાવી રાખવા માટેનો છે. ઉપાય છે. જો જમીનમાં ગાઢ વાવેતર કરવામાં આવે તો જમીન સંપૂર્ણપણે પાક વાવેતરથી ઢંકાઈ જાય છે, તથા તેના લીધે ખુલ્લી જમીન નહિવત થઈ જાય છે. આમ જર્મીન જેટલા વધુ સમય સુધી પાકથી ઢંકાઈ રહે તો તેના લીધે સૂર્યપ્રકાશના કિરણો સીધે સીધા જમીનની સપાટી પર પડતાં નથી અને જમીનનો કાર્બન વાતાવરણમાં ભળતો નથી. ઊલટાનું જેટલું વધુ પ્રમાણમાં પ્રકાશ-સંશ્લેષણ છોડ દ્વારા કરવામાં આવે તેટલા જ વધુ પ્રમાણમાં છોડ મારફ્તે હવામાંનો કાર્બન વાયુ પ્રકાશ- સંશ્લેષણની પ્રક્રિયા કરવા માટે પર્ણો તેમજ ડાળીઓ/ થડ મારફ્તે મૂળ સુધી પહોંચીને મૂળ દ્વારા જમીનમાં પ્રસ્થાપિત થાય છે. તથા એક અનુમાન એવું પણ છે કે જે જમીનમાં ત્રણેય ઋતુમાં પાકનું વાવેતર કરવામાં આવતું હોય છે તે જમીનોમાં સેન્દ્રિય કાર્બનની માત્રા સારી એવી જોવા મળે છે. આમ આ ઘનિષ્ઠ વાવેતરની પદ્ધતિ પણ જમીનમાં કાર્બન ટકાવી રાખવા માટેનો એક સારો ઉપાય છે.



