
ક્ષારમય અને અલ્કલાઈન જમીનની સુધારણા
સેન્દ્રિય તત્વનું જૈવિક વિઘટન વિવિધ પ્રકારના સૂક્ષ્મજીવાણુઓ મંદ ઓર્ગેનિક એસિડ ઉત્પન્ન કરીને કરે છે. આ ક્ષારમય તેમજ ભાસ્મિક જમીનને સુધારવાનું કામ કરે છે. બ્લ્યૂ ગ્રીન આલ્ગી જમીનના ગુણધર્મો સુધારે છે. આ પ્રક્રિયામાં થાયોબેસિલસ પ્રકારના ગંધકયુક્ત બેક્ટેરીયાનો પણ અગત્યનો ફાળો રહેલો છે,
જમીનમાં રહેલ સૂક્ષ્મજીવાણુઓ જમીનની ફળદ્રુપતાને જાળવવા તેમજ તેમાં વધારો કરવા માટે એક અગત્યનો ભાગ ભજવી ખેડૂત સમાજની એક પ્રકારની સેવા કરે છે.



