ખેતરની વાત : ગ્લોબલ વોર્મિંગની અસર આપણા પાક પાણીમાં જોવા મળી રહી છે.

ગ્લોબલ વોર્મિંગ એટલેકે વૈશ્વિક તાપમાનમાં થઇ રહેલો વધારો. આપણા પાક પાણીમાં હવે તેની અસર જોવા મળી રહી છે . વાતાવરણમાં અવારનવાર બદલાવ જેવા કે કમોસમી વરસાદ, ઠંડીના સમયમાં ગરમી, ગરમીના સમયમાં માવઠું, દિવસ ગરમ રાત ઠંડી, ઝાકળ વગેરેના કારણે ખેતરમાં વાવેતર કરેલ અનેક પાકમાં વહેલું પાકી જવું, ફૂલો ખરી જવા, સનબર્ન થવું, વહેલું નીઘલી જવું, છોડ માં વિકૃતિ વગેરે જોવા મળે છે . ટૂંકમાં બીજને આઘાતો સહન કરવા પડે છે . આપણે ગરમી સામે લડી શકાય તે માટે અમુક ખાતરોની પૂરતી કરવી પડશે. નિયમિત પિયત આપીને છોડને તાણ થી બચાવવો પડશે, નવી ટેક્નિક અપનાવવી પડશે. તાપમાન સામે લડવા ખેતર ઉપર પોતાના વેધર સ્ટેશન લગાડવા પડશે.

Share this post: