ખેતીમાં જમીનનું ઉષ્ણતામાન

• વાવણી સમયે બીજના ઊગાવાને અસર કરે છે. તાપમાનને ધ્યાને લઈ વાવણી કરવી કે નહીં તે નક્કી કરી શકાય છે.
• કંદ અને મૂળમાં થતી ભૌતિક અને રાસાયણિક પ્રક્રિયાઓનું નિયમન કરે છે.
• વધુ ઊંચા તાપમાને જીવંત કોષો મૃત્યુ પામતાં છોડની વૃદ્ધિ અને વિકાસ અવરોધાય છે.
• વધારે પડતા નીચા ઉષ્ણતામાને છોડ જમીનમાંથી પોષક તત્ત્વો લઈ શકતા નથી તેથી તેનો વિકાસ અટકે છે.
• પાક માટે જમીનનું દિવસ દરમ્યાનનું તાપમાન રાત્રી દરમ્યાનના તાપમાન કરતા વધારે મહત્ત્વનું છે.
• કંદમૂળ પાકો માટે જમીનનું તાપમાન, હવાના તાપમાન કરતા વધારે મહત્ત્વનું છે.

Share this post: