ખેતીમાં જૈવિક ખાતરોની અગત્યતા

જૈવિક ખાતર પ્રતિ હેક્ટર ૨૦-૫૦ કિલો નાઇટ્રોજન સ્થિર કરે છે અને ૩૦-૫૦ કિલો ફોસ્ફરસ અથવા પોટાશ દ્રાવ્ય કરી શકે છે. જમીનનો પી.એચ. સુધારી જમીનને ફળદ્રુપ અને જીવંત બનાવે છે.
વનસ્પતિ વૃદ્ધિ વર્ધકો બનાવી છોડના વિકાસમાં મદદ કરે છે. તેના વપરાશથી પાક ઉત્પાદન ૧૦-૧૫ ટકા વધે छे.
રાસાયણિક ખાતરોની આડઅસર ઘટે છે. વાતાવરણનું પ્રદૂષણ ઘટાડે છે અને ખેતી ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો કરે છે.
જૈવિક ખાતર કિંમતમાં સસ્તા, બિન ઝેરી અને વપરાશમાં સરળ હોય છે. જે જમીનમાં સેન્દ્રિય તત્વ વધારે હોય ત્યાં જૈવિક ખાતરનો પ્રતિભાવ સારો મળે છે.

Tags

Share this post: