છોડના મૂળનું સહજીવીકરણ (માઈકોરાયઝા) કુદરતની ભેટ

છોડના મૂળ તથા એક વિશિષ્ટ પ્રકારની ફૂગના સહજીવીકરણને માઈકોરાયઝા તરીકે ઓળખવામાં આવે છે. ઘણા છોડ/ ઝાડના મૂળ પર અમુક પ્રકારની ફૂગ વિકાસ પામે છે અને સહજીવન રીતે છોડના મૂળ સાથે રહીને છોડના મૂળનો વિસ્તાર વધારે છે. આ પ્રકારની ફૂગ મોટાભાગે ફોસ્ફરસ, પોટાશ જેવા મુખ્ય તત્વો તથા અન્ય સૂક્ષ્મ તત્વને શોષી સીધા છોડના મૂળને પ્રાપ્ત કરાવે છે.

Tags

Share this post: