ખેત ઉત્પાદનનાં સારા ભાવ મેળવવાનાં છે કોઈ ઉપાય ?

ખેત ઉત્પાદનનાં સારા ભાવ મેળવવા

પોતાની પેદાશના સારા ભાવ મેળવવા છે ? તો સૌથી પહેલી વાત એ કે અંદર ભરેલ પેદાશનું પેકિંગ જ એવું આકર્ષક બનાવેલ હોવું જોઈએ કે એનાપર નજર પડતાવેંત જ વેપારી કે ગ્રાહક અંદર ભરેલ પેદાશ નજરે જોવા આતુર બની જાય પેકિંગ ખોલ્યાભેળો અંદરનો માલ-ફાળો-શાકભાજી-અનાજ કે કઠોળ, જે હોય તે એવો ચોખ્ખો-એકસરખા કદનો, અને પૂરો પરિપક્વ, એટલે કે આંખને ગમી જાય એ રીતનું ગ્રેડિંગ કરેલો જૂવે એટલે પછી મો માગ્યા ભાવ આપી ખરીદી જ લે ! વાડી કે બાગની નજદીકમાં ક્યાંય મોટો રોડ કે જ્યાં વાહનો અને લોકોની હરફર વધારે રહેતી હોય તે સ્થળે સીઝનવાર નાનો થડો ઉભો કરી વેચાણ શરુ કર્યું હોય તો આપણને ખુબ સારા ભાવ – જાહેર માર્કેટ કરતા ત્રણ ગણા વધુ મળી શકે. મોટાભાગના ખેડૂતો પાસે મોબાઈલ ફોન હોય જ છે. ફોન દ્વારા વ્યક્તિગત ગ્રાહકો-ખરીદદારોનો સંપર્ક કરી, તેઓની જરૂરીયાતો જાણી લઇ, તેઓના ઓર્ડર નોંધી, પેદાશો સીધી તેને ઘેર પહોંચતી કરવાનું ગોઠવી શકીએ તો મો માગ્યા ભાવ મળે અને અતિ અગત્યની વાત કરું તો જો પહોંચી શકાય તો આપણે પકાવેલ પેદાશને કાચેકાચી નહીં વેચતાં, તેનું “મૂલ્યવર્ધન” કરીને વેચાણ કરવાનું ગોઠવવું પડે. તો ત્રણ-ચાર ગણા મૂલ મેળવી શકીએ.

Share this post: