ઘેર અનાજ કઠોળ સડી ન જાય તે માટેના કોઈ ઘરગથ્થુ ઉપાયો છે ?

અનાજ કઠોળ સડી ન જાય તે માટે

[1]અનાજ, ચોખા, કઠોળને સુરક્ષિત રાખવા દર સો કિલો અનાજમાં એક કિલો મુજબ દિવલનો પટ આપી-મોઇને સંગ્રહ કરવો

[2] મગ, અડદ, તુવેર, ચણા જેવા કઠોળને આખેઆખા સંગ્રહવાને બદલે તેની ‘દાળ’ બનાવી સઘર્યાં હોય તો તેમાં કઠોળના ભોટવા લાગતા નથી.

[3]પીપમાં કઠોળ ભરી ઉપર ઝીણી રેતીના અરધો ઇંચના થરનું ઢાંકણ કરી દીધું હોય તો પણ ભોટવાથી રક્ષણ મળે છે.

[4] કઠોળની દાળને પણ જો દિવેલનો પટ ચડાવી દીધો હોય તો તે સડતી નથી.[5].અનાજ-કઠોળમાં પારો ભેળવી ઢાંકી મૂકીએ તો પણ તે સડતું નથી.

[6]લીમડામા પાન કે લીંબોળીનો ભૂકો કે ઝીણી રાખ અંદર ભેળવ્યાં હોય તો પણ તે સડતા નથી.

[7] કેટલીક બહેનો તો ફુદીનો, લસણ અને આમલીના પાન ભેળવી આ બધું સુરક્ષિત રાખે છે.

[8] કોથળાની થપ્પી કરતી વખતે તમાકુનો ભૂકો કે મીઠું વચ્ચે વચ્ચે ભભરાવતા રહ્યા હોઇએ તો પણ જીવાતો દૂર રહે છે.

[9] વચ્ચે વચ્ચે સંભાળતા રહેવાથી ખ્યાલ આવે કે ઉપરોક્ત ઉપાયો ઊણા ઉતરશે તો રાસાયણિક દવાઓનો ઉપાય ‘અનિવાર્ય અનિષ્ટ’ ગણી-એલ્યુમિનિયમ ફોસ્ફાઇડની ત્રણ ગ્રામની ગોળી એક ક્વીંટલ અનાજ માટે મૂકી, હવાચૂસ્ત ઢાંકણ કાપડ-પ્લાસ્ટિક ઢાંકી દેવું.

આવી બીજી પણ ઘણી દવાઓ હવે તો બજારમાં મળવા માંડી છે. જેના સમયસરના ઉપયોગથી સંરક્ષણમાં વાંધો આવતો નથી