ચણામાં ખાતર

ચણાના પાકમાં હેકટરે ૮ થી ૧૦ ટન છાણિયું ખાતર જમીન તૈયાર કરતી વખતે જમીનમાં સારી રીતે ભેળવી દેવું. વાવણી વખતે ૨૦ કિલો નાઈટ્રોજન અને ૪૦ કિલો ફોસ્ફરસ પાયાના ખાતર તરીકે આપવું. જરાતની ઉણપવાળી જમીનમાં ૨૫ કિલો ઝીંક સલ્ફેટ પ્રતિ હેકટરે ઉમેરવાથી ઉત્પાદનમાં ફાયદો થાય છે.
ભાલ વિસ્તારમાં બિનપિયત ચણામાં ૨૦ કિલો નાઈટ્રોજન વાવણી વખતે આપવું. આ વિસ્તારમાં વરસાદના સંગ્રહિત પાણીથી એક પિયત આપવાની સગવડતા હોય તો ૪૦ કિલો નાઈટ્રોજન વાવણી વખતે આપવાની ભલામણ છે.
ઉત્તર સૌરાષ્ટ્ર વિસ્તારમાં ચણાનું વાવેતર કરતી વખતે ભલામણ કરેલ રાસાયણિક ખાતરનો ૫૦% જથ્થો (ના. ફો.પો. ૧૦:૨૦:૦ કિ.ગ્રા./હે.) + ૧૦ કિ.ગ્રા. પોટાશ + ૫ કિ.ગ્રા. બેન્ટોનાઈટ + ૫૦૦ કિ.ગ્રા. વર્મીકમ્પોસ્ટ પ્રતિ હેકટરે ત્રણ પિયત સાથે આપવાથી વધુ ઉત્પાદન અને મહત્તમ ફાયદો થાય છે.

Tags

Share this post: