
ચોક્કસ મૂકાવી શકાય. પણ એ માટે એને પહેલા એકથી વધારે થડીયા ઉભા કરવા જોઈએ. દા.ત. ચીકુનું ઝાડ ઉછરી મોટું બની જાય એટલે થડથી 3-4 ફૂટ છેટે જ્યાં ચીકુની ડાળી નમાવતાં આસાનીથી નીચે નમી શકતી હોય ત્યાં નીચે રાયણના પઠ્ઠાને જમીનમાં રોપી, તેને ચીકુની ડાળી સાથે ભેટ કલમ કરી જોડી દેવાની . કલમનો સાંધો મળી જાય એટલે રાયણના પઠ્ઠાનું માથું કાપી નાખવાનું, જેથી રાયણનો પઠ્ઠો હવે ચીકુનું નવું થડ બની ગયું, અને એના મૂળિયાં હવે ખોરાક ચૂસી ચૂસી ઉપર ચીકુના ઝાડને મોકલવાનું શરુ કરી દે છે. આવા બે ત્રણ કે ચાર વધારાના થડ બનાવી દીધા હોય તો ઝાડ આસાનીથી તેનો મૂળવિસ્તાર સવાયો-દોઢો વિસ્તારી, એટલી વધારાની જમીનમાંથી રસકસ ચૂસી ઝાડને મોકલી શકે. જે ઝાડમાં ભેટકલમ શક્ય બને છે તે બધા જ ઝાડ- આંબા, જામફળી, આમળા, ગુંદા,આમલી વગેરે ઝાડવાઓમાં વધારાના થડ-મૂળિયાં ઉભા કરી, વધુ ખોરાક ઝાડને પહોંચતો કરી, ફળરૂપે ઉત્પાદનમાં રૂપાંતરિત કરી શકાય છે.



