October 14, 2025

મગફળી અને તુવેર/દિવેલા માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે.

પેન્ડીમીથાલીન (સ્ટોમ્પ ૩૦% ઈસી) ૦.૯૦૦ કિ.ગ્રા. (3.000 લી.) પ્રતિ હેક્ટર અને ૧૫ લીટર પાણીમાં ૯૦ મિલી વાપરવાની ભલામણ છે. આ દવાનો છંટકાવનો સમય વાવણી બાદ પરંતુ પાક અને નીંદણના સ્ફુરણ પહેલાં કરવાની ભલામણ છે. અથવા ક્વીઝાલોફોપ-ઈથાઈલ (ટરગા સુપર ૫% ઈસી) ૦.૦૫૦ કિ.ગ્રા. (૧.૦૦૦ લિ.) પ્રતિ હેક્ટર અને ૧૫ લીટર પાણીમાં ૩૦ મિલી વાપરવાની ભલામણ છે. […]

મગફળી અને તુવેર/દિવેલા માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે. Read More »

ચીકુ-આંબા-પપૈયા વધુ ઉત્પાદન લેવા વધુ મૂળિયાં મૂકાવી શકાય ?

ચોક્કસ મૂકાવી શકાય. પણ એ માટે એને પહેલા એકથી વધારે થડીયા ઉભા કરવા જોઈએ. દા.ત. ચીકુનું ઝાડ ઉછરી મોટું બની જાય એટલે થડથી 3-4 ફૂટ છેટે જ્યાં ચીકુની ડાળી નમાવતાં આસાનીથી નીચે નમી શકતી હોય ત્યાં નીચે રાયણના પઠ્ઠાને જમીનમાં રોપી, તેને ચીકુની ડાળી સાથે ભેટ કલમ કરી જોડી દેવાની . કલમનો સાંધો મળી જાય

ચીકુ-આંબા-પપૈયા વધુ ઉત્પાદન લેવા વધુ મૂળિયાં મૂકાવી શકાય ? Read More »